Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ભાવનગરના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે આવેલ નિષ્‍કલંક મહાદેવ મંદિરે વિકાસકાર્યો ન થતા ભાવિકોમાં રોષઃ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા કલેકટરને આવેદન

ભાવનગરઃ ભાવનગરઃ જીલ્લાના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે વિકાસ કરવા તેમજ લોકો ઉપયોગી સુવિધા ઉભી કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઇને ગામના આગેવાનો તેમજ પૂજારી પરિવાર દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 
કોળિયાક ગામે આવેલ નિષ્કલંક મહાદેવ સમુદ્રની વચ્ચે 1 કિલોમીટર અંદર આવેલ છે અને દિવસમાં બે વખત ઓટના સમયે લોકો તેના દર્શન માટે જાય છે. અહીં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે અને હજારો લોકો દર્શન માટે આવે છે.
અહીં સમુદ્ર સ્નાન બાદ લોકોને મીઠા પાણીથી ન્હાવા માટેની કોઈ સુવિધા નથી. અહીં આવતા યાત્રાળુઓ માટે રહેવા કે જમવાની પણ કોઈ સગવડ નથી. ત્યારે આ સ્થળને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવીને તેનો વિકાસ કરવા માંગ કરવામાં આવી છે.

(6:45 pm IST)