Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોરબીના સામાકાંઠે અને લાલપર ગામ નજીકથી નશો કરી વાહન ચલાવતા બે ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તાર અને લાલપર ગામ નજીકથી નશો કરીને વાહન ચલાવતા બે વાહનચાલકોને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામની સીમમાં કેનાલ પાસેથી બાઈક જીજે ૦૩ સીકે ૪૫૪૫ ના ચાલક ભગવાનજીભાઈ જેરામભાઈ રૂદાતલા (ઉ.વ.૩૫)( રહે રફાળેશ્વર તા. મોરબી વાળા) ને ઝડપી લીધો હતો તેમજ બી ડીવીઝન પોલીસે સામાકાંઠે કુળદેવી પાન નજીકથી રીક્ષા જીજે ૩૬ યુ ૬૩૩૯ ના ચાલક અશ્વિન પ્રેમજીભાઈ દગાયા (ઉ.વ.૨૫) (રહે શાંતિવન સોસાયટી વિસીપરા મોરબી વાળા) ને ઝડપી લીધો હતો જે બંને વાહનચાલકો કૈફી દ્રવ્ય પીને વાહન ચલાવતા ઝડપાયા હતા જે બંને શખ્શો વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(10:12 pm IST)