Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું:એક કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા ગામમાં કેડ સમા પાણી ભરાયા

માળીયા હાટીનામાં બે કલાકમાં ધમાકેદાર એક ઈંચ વરસાદ:ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમદાવાદ : રાજયમાં વરસાદની  આગાહીના પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ પડ્યો છે. જૂનાગઢના વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું છે. જેમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે ગામમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં છે.

આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં માળીયા હાટીનામાં બે કલાકમાં ધમાકેદાર એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

(9:35 pm IST)