Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કેશોદના પ્રાસલી ગામે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ: બળોદરી નદીમાં ઘોડાપૂર :મીની ટ્રેક્ટર ધસમસતા પ્રવાહમાં તણાયું

મીની ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે માર્યો પાણીમાં કૂદકો માર્યો

જૂનાગઢના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે.જેમાં 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ મીની ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયું હતું. પાણીના વહેણમાં પુલ પરથી ખેડૂત જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા. જો કે મીની ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે માર્યો પાણીમાં કૂદકો માર્યો હતો. જ્યારે ધસમસતા પ્રવાહ વચ્ચે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો

(9:30 pm IST)