Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું : કલ્યાણપુરમાં છ ઇંચ ખાબકતા જળબંબોળ :રાણાવાવ, જૂનાગઢ,અને દ્વારકામાં ચાર-ચાર ઇંચ વરસાદ

કુતિયાણામાં પોણા ચાર ઇંચ,રાજકોટ અને મેંદરડામાં સાડા ત્રણ ઇંચ ,ખંભાળિયા,માંડવી અને ગઢડામાં અઢી ઇંચ વરસાદ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જૂદા જૂદા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પોરબંદરના રાણાવાવમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં 4 ઈંચ વરસાદ પડયો હતો જ્યારે દેવભૂમિ દ્વારકામાં પોણા 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

પોરબંદરના કુતિયાણામાં પોણા ચાર ઈંચ વરસાદ પડવા ઉપરાંત રાજકોટમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના માંડવી અને બોટાદના ગઢડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં અબડાસામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

(8:56 pm IST)