Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગોંડલના કંટોલિયા ગામે બજારમાં એઠવાડની ડોલ મુકવા બાબતે યુવાન પર છરી વડે હુમલો

અમુએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા

ગોંડલ તાલુકાના કંટોલિયા ગામે એઠવાડની ડોલ મુકવા જેવી સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કંટોલિયા ગામે રહેતા ખોડાભાઈ રાજાભાઈ માટીયાની માતા અને પત્ની દ્વારા બજારમાં અઠવાડની ડોલ મૂકવામાં આવતી હોય આ અંગે અમૃત ઉર્ફે અમુ દેવકરણભાઈ ગઢવી સાથે ઝઘડો ચાલી રહ્યો હોય  દરમિયાન ખોડાભાઈ સમજાવા જતા તેના પર અમુએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323,324 504 તથા જીપીએક્ટ કલમ135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

(8:14 pm IST)