Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વિસાવદરના વિદ્યાર્થીઓ જિલ્લા પંચાયત કચેરીની મુલાકાતે : અધિકારીઓ-પદાધિકારિઓ પાસેથી માહિતી મેળવી હર્ષોલ્લાસ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫ :  વિસાવદર શૈક્ષણિક સંકુલ માંડાવડના વિદ્યાર્થીઓએ જુનાગઢ જીલ્લા પંચાયતની મુલાકાત લઇ જિ.પં.કચેરીના વિવિધ વિભાગોની મુલાકાત લઇ અધિકારીઓ-પદાધિકારિઓ સાથે બેઠક કરી જિલ્લા પંચાયતની કામગીરી નજરે નિહાળી-વિસ્‍તળત માહિતી મેળવી આનંદવિભોર બન્‍યા હતા.વિસાવદર શૈક્ષણિક સંકુલ માંડાવડના બાળકોને પંચાયતી રાજ તેમજ સરકારશ્રીના વિવિધ વિભાગો વિશે માહિતી મળે તે હેતુથી મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયાના માર્ગગદર્શન સાથે જુનાગઢ જીલ્લા પંચાયતની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.વિસાવદરના જુનાગઢ જીલ્લા ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણીના ઉષ્‍માભર્યા સ્‍વાગત સાથે સમગ્ર વિભાગોમાં સાથે રહી અને વિધાર્થીની બહેનોને દરેક વિભાગની કાયૅપધ્‍ધતિથી વાકેફ કર્યા હતા.જીલ્લા વિકાસ અધિકારીશ્રી આઇ.એ.એસ. પરીખે  વિધાર્થીનીઓ સાથે  ઉત્‍સાહપ્રેરક સંવાદ કર્યો હતો.તથા દરેક વિધાર્થીનીઓને શિક્ષણનું મહત્‍વ સમજાવી અને સ્‍નાતક સુધી અભ્‍યાસ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. પ્રમુખશ્રી ખટારીયાએ બહેનોને સરકારશ્રીના વિવિધ વિભાગોની કાયૅપધ્‍ધતિ તેમજ જીવનના કેળવણીમૂલ્‍યો સાથે એક પિતા પોતાના સંતાનોને જે સારા સંસ્‍કાર આપે તેવી હુંફભરી લાગણીસભર હદયસ્‍પર્શી વાતો કરી હતી. જીલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉષ્‍માસભર સ્‍વાગત સાથે બહેનોને ખૂબ સહકાર આપેલ હતો.આઇ.ડી.ડી.એસ. વિભાગના દેસાઈબહેને વિધાર્થીનીઓને પોષણક્ષમ આહારની વિશેષ માહિતી આપી હતી.દરેક વિભાગની કાયૅશૈલી એક સુશાસન અને શિસ્‍તબદ્ધ ચાલતા વહીવટીતંત્ર સાબિતિ આપતુ હતું.આ મુલાકાતના સફળ સંકલનકર્તા મણિલાલ ભેંસાણીયા તેમજ તળષા રામોલિયા, પ્રિન્‍સિપાલ પ્રફૂલ વાડદોરીયા, નિયામક સુરેશ ફૂલમાળીયાએ જિલ્લા પંચાયતના  વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આભાર વ્‍યકત કર્યો હતો.

(1:52 pm IST)