Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગુજરાતના ૬ લાખ માછીમારોની ર૮ હજાર બોટો માટે સરકારમાં રજુઆત

વેરાવળ, તા.૫: ગુજરાતના દરીયાકાંઠાના છ લાખ માછીમારોને રોજગારી આપતો ધંધા રોજગાર તેમજ ર૮ હજાર બોટો માટે અનેક પ્રશ્‍નો વર્ષોથી ઉકેલાતા ન હોય તે માટે અખીલ ભારતીય ફીશરમેન એસો.દ્રારા રજુઆત કરાઈ છે.

અખીલ ભારતીય ફીશરમેન એસો.ગુજરાતના પ્રમુખ તુલશી ગોહેલ સહીત પ્રતિનીધી મંડળે ગાંધીનગર સરકાર માં રજુઆત કરેલ કે છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે દરેક બંદરોમાં ડ્રેજીગ થતું હતું તે બંધ થયેલ છે દર માસની સીઝન હોય તેમાં ફકત ર૧ હજાર લીટર  ડીઝલ મળે છે તેના બદલે ૪ર હજાર લીટર આપવું જોઈએ તમામ વેરો માફ કરવો જોઈએ છુટક અને જથ્‍થાબંધ બજારમાં ડીઝલનો ભાવની જે વધઘટ છે તે પ્રશ્‍ન સીઝન પહેલા પુરો કરવામાં આવશે.

એન્‍જીન અથવા મચ્‍છીમારીને કોઈપણ વસ્‍તુઓ માટે વધારે સબસીડી આપવી કેરોસીન માં સબસીડી ડબલ કરવી અથવા તેની બદલે પેટ્રોલ આપવું વેરાવળ,માઢવાડ,સુત્રાપાડા બંદર નું હાર્બર બનાવવા તાત્‍કાલીક કામગીરી હાથ ધરવી તુલશી ગોહેલ જણાવેલ હતું કે ર૮ હજાર બોટો રાજય માં છે જેથી પોણા બે લાખ માછીમારો સીધીરોજગારી મેળવે છે તેમજ તેની સાથે કામ કરતા સવા ચાર લાખ લોકો રોજગાર મેળવે છે રાજય, કેન્‍દ્ર સરકાર દ્રારા તાત્‍કાલીક પ્રશ્‍નો ઉકેલાય તેવી માંગ હાથ ધરવી જોઇએ.

(1:48 pm IST)