Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પડધરીમાં ચિટર ગેંગ સક્રિય થતા વેપારીઓને સાવચેત રહેવા ચેતવણી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. પ : રાજકોટ શહેરના પરા સમાન રાજકોટની રપ કી.મી.દુર આવેલ પડધરીમાં લોકો શાંતિપૂર્વક માહોલમાં વસવાટ કરી રહેલ છે, પડધરીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી દર સોમવારે ભરાતી સોમવારી બજારમાં લોકો ખૂબજ બહોળી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે અને વેપાર-ધંધા માટે પણ સોમવારે ખૂબજ ભીડ જોવા મળતી હોય છે. ઘણા સમયથી શાંત રહેલ ચિટર ગેંગ ફરીથી પડધરીમાં સક્રિય બની એક વેપારીના એકવીસ હજાર સેરવી લઇ છનન થઇ ગયેલ.

જે અંગે પોલીસ ફરીયાદની તજવીજ વેપારી દ્વારા હાથ ધરવામાં આવેલ છે પડધરી ગ્રામ પંચાયતના કાર્યદક્ષ સરપંચ ડો. વિજયભાઇ પરમાર કરિયાણા એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ રાઠોડ તેમજ અન્ય વેપારી સંગઠનો દ્વારા આવી ચિટર ગેંગ તેમજ ગુન્હાહીત ઇતીહાસ ધરાવતા ગુન્હેગારો દ્વારા કોઇ છેતરપીંડીનો ભોગ ન બને તેવા ઉદેશથી તાકીદે તમામ વેપારીની એક મીટીંગનુ આયોજન કરવામાં આવી રહેલ છ.ે

પડધરી ગ્રામ પંચાયત સરપંચ દ્વારા તમામ વેપારીઓને સાવચેત રહેવા તાકીદ કરેલ છે.

(1:40 pm IST)