Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મેઘપર ટીટીડોના પાટીયા પાસે ટ્રકમાં બીજો ટ્રક ઘુસી ગયો

જુવાનપરના સતવારા શખ્સનું મોત

ખંભાળિયા તા.પઃ દ્વારકા રોડ પર ગઇકાલે રાત્રે ખંભાળિયા તરફથી કોઇ વાહન ના મળતા જુવાનપર માટે સતવારા ભરતભાઇ ઝુંઝાભાઇ નીકળ્યો હતો. જે ટ્રકમાં બેસીને જતા હતા.ત્યારે મેઘપર ટીટીડો ગામ પાસે આગળ પડેલા ટ્રકમાં આ ટ્રક વાળાએ ઘુસાડી દેતા અકસ્માત થયો હતો.

અકસ્માતની જાણ થતાં ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પરંતુ ભરતભાઇ જુઠાભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયુ હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક પલાયન થઇ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:35 pm IST)