Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પોરબંદર ચોપાટી ગ્રાઉન્‍ડમાં વંદે ગુજરાતની ર૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન અને સખી મેળો

પોરબંદર, તા., ૫: રાજય સરકારના પ્રજાલક્ષી સેવાના ૨૦ વર્ષ પુરા થવાના અવસરે સરકારશ્રી દ્વારા વંદે ગુજરાત ર૦ વર્ષનો સાથ, ર૦ વર્ષનો વિકાસ હેઠળ રાજયના જુદા જુદા જીલ્લાઓમાં ૨૦ વર્ષની વિકાસયાત્રાનું પ્રદર્શન તેમજ સખીમેળા આયોજીત થઇ રહયા છે. જે અંતર્ગત પોરબંદર જીલ્લામાં તારીખ ૭ જુલાઇથી સવારે ૧૦ કલાકથી રાતના ૯ કલાક સુધી ચોપાટી ગ્રાઉન્‍ડ ખાતે પ્રદર્શન તથા સખીમેળો આયોજીત થનાર છે. ગ્રામીણ મહિલાઓ સંગઠીત થઇ, તાલીમ મેળવી આર્થીક પ્રવૃતિઓ સાથે જોડાય તેમજ આર્થીક રીતે પગભર થાય તે માટે કેન્‍દ્ર સરકાર અને રાજ સરકાર પ્રયત્‍નશીલ છે.

આ મેળામાં જીલ્લાવાસીઓ જોડાઇને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર વસ્‍તુની ખરીદી કરે તેવી અપીલ કરાઇ છે.

બહેનોને આર્થીક પ્રવૃતી સાથે જોડવા તેમજ તેઓના ઉત્‍પાદન અને વેચાણને પ્રોત્‍સાહન મળી રહે તે માટે વિવિધ મેળાઓના માધ્‍યમથી પ્‍લેટફોર્મ પુરૂ પાડવામાં આવી રહેલ છે. આ મેળામાં વસ્‍તુઓના પ્રદર્શન  અને વેચાણ હેતુ સખી મંડળો અને કારીગરોના ૫૦ જેટલા સ્‍ટોલ ઉભા કરવામાં આવનાર છે. સખી મંડળો તેમજ ગ્રામીણ કારીગરોની ચીજ વસ્‍તુઓની ખરીદી કરી તેઓને પ્રોત્‍સાહીત કરવા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઇ છે. સાથે રાજય સરકારના ૨૦ વર્ષની વિકાસયાત્રાનું પ્રદર્શન નિહાળવાનો લાભ લેવા જાહેર જનતાને એક યાદીમાં જણાવાયું છે.

(1:27 pm IST)