Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કાળાસરમાં નર્સિંગનો અભ્‍યાસ કરતી યુવતિએ ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૫: ચોટીલાના કાળાસરમાં રહેતી અને ત્રંબા નજીક આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્‍યાસ કરતી ભાવિકા જગદીશભાઇ બથવાર (ઉ.૧૮)એ સાંજે ફિનાઇલ પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
ભાવિકા બે ભાઇથી નાની છે અને ફી ભરવાની હોઇ ગઇકાલે જ તે કોલેજથી કાળાસર ઘરે આવી હતી. અહિ તેના પિતા ઘરમાં બોલાચાલી કરતાં હોઇ તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. ચોટીલા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

 

(12:02 pm IST)