Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ધ્રાંગધ્રા તાલુકાના ૧૫ ગામોના સરપંચો દારૂબંધી માટે મેદાને

વઢવાણ, તા.૫: ધ્રાંગધ્રા તાલુકાનાં રાવળીયાવદર ગામના સરપંચ દારૂની બદી બંધ કરાવવા પહેલ શરૂ કરી છે. જેને નજીકનાં ૧૫ ગામનાં સરપંચોએ સમર્થન આપીને દારૂના હાટડા બંધ કરાવવા આવેદનપત્ર પાઠવ્‍યુ છે.
સરપંચ રતનસિંહ ઠાકોરે તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દારૂબંધી અંગે પહેલ શરૂ કરી છે. આ અભિયાનને ૧૫ ગામોના સરપંચોએ પણ સમર્થન આપ્‍યુ હતું. તાલુકાનાં બાવળી, સજ્જનપર, ગુજરવદી,રાવળીયા વદર, કોંઢ, રાયગઢ સહીતના પંદરગામોનાં સરપંચોએ  એકઠા થઈ આ અંગે પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષકને દેશી-વિદેશી દારૂના હાટડા બંધ કરાવવા આવેદનપત્ર પાઠવ્‍યુ હતું અને માગણી કરી છે કે તાકિદે દારૂની બદીને નાબુદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે. આગામી સમયમાં દારૂના હાટડા બંધ નહીં થાય તો તમામ ૧૫ ગામોના સરપંચો પોતાના વિસ્‍તારના મતદાતાઓ સાથે ભુખ હડતાલ કરશે, તેવી ચિમકી પણ આપી હતી.

 

(11:57 am IST)