Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગરમાં માર્શલ આર્ટ એન્‍ડ સેલ્‍ફડીફેન્‍સ એકેડમીનો વાર્ષિકોત્‍સવ

ભાવનગરઃ ગુજરાત માર્શલ આર્ટ એન્‍ડ સેલ્‍ફડીફેન્‍સ એકેડેમીનો ૩૯ વર્ષ પૂરા કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ સંદર્ભે વાર્ષિક દિવસની ઉજવણી ભાવનગરની હોમસ્‍કુલમાં કરવામાં આવી. આ કાર્યક્રમમાં હોમસ્‍કુલના   ભરતભાઈ, નૈમિષારણ્‍ય સ્‍કૂલના   શરદભાઈ ગોહીલ તેમજ શેઠ ટી.બી જૈન ગર્લ્‍સ હાઈસ્‍કૂલના સમીરભાઈ વ્‍યાસે વિદ્યાર્થીઓને રમતગમતનું જીવનમાં મહત્‍વ, મહિલાઓનું સ્‍વરક્ષણ, તેમજ સ્‍વબચાવ અને શિસ્‍તપૂર્વક જીવન જીવવાની શૈલી વિશે સમજણ આપેલ. જેમાં ૩ વર્ષના વ્‍હાઇટ બેલ્‍ટથી બ્‍લેક બેલ્‍ટ સુધીના કરાટેકાઓનું ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવેલ. વર્ષ ૨૦૨૨માં સાસણ ગીર કેમ્‍પમાં ૧૨ કરાટેકાઓએ બ્‍લેક બેલ્‍ટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ.જેના સર્ટિફિકેટ તથા બ્‍લેક બેલ્‍ટ  વિનોદભાઈ માલાણી દ્વારા અર્પણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ એ હાજરી આપેલ. જે  વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમની રજૂઆત પણ કરવામાં આવેલ. કાર્યક્રમનું  સંચાલન કૌશિકભાઈએ કરેલ અને કાર્યક્રમને સફળ બનાવવામાં વિરલભાઈ, શાનદાઈ કેતનભાઈએ જહેમત ઉઠાવેલ હતી.

 

(11:56 am IST)