Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સાવરકુંડલા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૪ કલાકમાં ૩ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. પ :.. શહેર અને પંથકમાં ગઇ રપ મીએ વરસાદ પડયા પછી દસેક દિવસથી વીરામહતો, વાતાવરણમાં સતત બફારો અને ઉકળાટ અનુભવાતો હોય લોકો વરસાદની રાહ જોઇ રહ્યા હતાં. તા. ૧-૭ થી સાર્વત્રીક વરસાદની આગાહી બાદ અન્‍યત્ર વરસાદ વરસી જતો હતો, પરંતુ સાવરકુંડલા પંથકમાં સંતોષકારક વરસાદ વરસતો ન હોય લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં ત્‍યારે સોમવારે બપોરના એક કલાકથી એકાએક વાદળા ચડી આવ્‍યા હતા અને વરસાદ વરસવો ચાલુ થયો હતો.
જે શરૂઆતની બે કલાકમાં શાંત પણ જોરદાર અને પછી ધીમી ધારે વરસી જતા ત્રણ ઇંચ ઉપર પાણી પડી ગયુ હતું. સતત ચાર કલાક વરસાદ વરસતા વાતાવરણ એકદમ ટાઢુબોળ થઇ ગયું હતું. તો દસ દિવસ બાદ એકાએક વરસાદ આવી ચડતા મકાન બાંધકામ સાથે સંકળાયેલા લોકોમાં દોડધામ થઇ પડી હતી.

 

(11:55 am IST)