Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોટી પાનેલીમાં દિવસ રાત મેઘ મહેર ચોવીસ કલાકમાં ચાર ઇંચ

પાનેલી ખારચીયા મેઇન રોડ પર મસમોટા ખાડાનું સામ્રાજ્‍ય

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૫ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં અવિરત મેઘ મલ્‍હાર વહેતી હોય એમ દિવસ રાત વરસાદના રાઉન્‍ડ સતત ચાલુ રહ્યા હતા ગઈકાલ બપોરથી આખી રાત વરસાદના રાઉન્‍ડ સતત ચાલુ રહેતા સાંજ સુધીમાં બે ઇંચ અને રાત્રી દરમિયાન પણ બે ઇંચ વરસાદ પડતા ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસી જતા રોડ રસ્‍તા નદીઓમાં ફેરવાઈ ગયા હતા આજે સવારે પણ ઘડીક ઉઘાડ તો ઘડીક છાંટા ચાલુ છે ખેડૂતોમાં ખુશી છવાયેલ છે ઉભા મોલ માટે વરસાદ સારો વરસી રહ્યો છે, પાનેલી થી ખારચીયા જતા મેઈન રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલ હોય વાહન ચાલકો અકસ્‍માત નો ભોગ બને એવી પ્રબળ સંભાવના સ્‍પષ્ટ દેખાઈ રહી છે.

 

(11:54 am IST)