Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોટી પાનેલીમાં ધારાસભ્‍ય વસોયાના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી ,તા.૫ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની તેર હજારની વસ્‍તી સહીત આજુબાજુના પાંચથી સાત નાના ગામોની વસ્‍તી મોટી પાનેલી પીએચસી ખાતે સારવાર અર્થે આવતા હોવાથી પાનેલી આરોગ્‍ય કેન્‍દ્ર માં રોજના અંદાજે એકસો પચાસ જેટલાં દર્દીઓની ઓપીડી થતી હોય છે. ગંભીર દર્દીઓ માટે ઉપર લેવલની સારવાર માટે પાનેલીમાં ગેલેક્‍સી ગ્રુપ - રાજકોટ દ્વારા સમર્પિત એકમાત્ર એમ્‍બ્‍યુલન્‍સ હાલ ઉપસ્‍થિત હોય અને દર્દીઓને અન્‍ય ખસેડવા માટે એક એમ્‍બ્‍યુલન્‍સ પૂરતી ન હોવાથી પાનેલી ગામના આગેવાનો તેમજ જિલ્લા પંચાયત સદસ્‍ય મીરાબેન ભાલોડીયા, સરપંચ   ચંદુભાઈ જાદવ, ઉપસરપંચ  જતીનભાઈ ભાલોડીયા, દિનેશભાઇ વેકરીયા દ્વારા ધોરાજી ઉપલેટા વિસ્‍તારના ધારાસભ્‍ય લલિતભાઈ વસોયાને રજુઆત કરતા ધારાસભ્‍યએ તેમની ગ્રાન્‍ટમાંથી પાનેલી તેમજ ઢાંક પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને સોળ લાખની કિંમતની એમ્‍બ્‍યુલન્‍સ ફાળવી હતી.

 લોહાણા મહાજન વાડી ખાતે લોકાર્પણ વિધિ કાર્યક્રમ રાખી પાનેલી ગામને એમ્‍બ્‍યુલન્‍સ સમર્પિત કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્‍ય  લલિત વસોયા,  મોટી પાનેલી ગ્રામપંચાયતના સરપંચ ચંદુભાઈ, જતીનભાઈ  સહીત તમામ સભ્‍યો પૂર્વ સરપંચ  મનુભાઈ લાખાભાઇ ડાંગર, કળષ્‍ણકાંત ચોટાઈ, નયનભાઈ જીવાણી, જયદેવસિંહ વાળા, નાથાભાઈ કરડાંણી, અનિલભાઈ, ડો.સ્‍મિત સવાણી,  મનોજભાઈ ઝાલાવડીયા, દિલાવર મનુભાઈ, સભ્‍ય બાલાભાઈ, સુખાભાઈ, રતાભાઈ, ઇશાકભાઈ સોરા તેમજ અન્‍ય સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્‍યામાં લોકો  હાજર રહ્યા હતા.

(11:53 am IST)