Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગરમાં જૈન ઇન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા શૈક્ષણિક જાગૃિત માટે સુવર્ણ તકો અંગે પરિસંવાદ

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૪ : જૈન ઇન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીટો)ના ભાવનગર ચેપ્‍ટર દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેનું માર્ગદર્શન મળે અને તેઓ ઉચ્‍ચ કારકિર્દીનું નિર્માણ કરી શકે તે માટે પરિસંવાદ યોજાયો હતો.

સરદાર નગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા ‘શૈક્ષણિક જાગળતિ માટે સુવર્ણ તકો' અંગેના પરિસંવાદમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જીટોના કાર્યો દ્વારા રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ મેળવેલી ખ્‍યાતી વિશે તથા જીટો દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા સેમિનાર અને શૈક્ષણિક સુવિધાઓથી અનેક વિદ્યાર્થીઓએ રાજ્‍ય અને દેશની વહીવટી સેવાઓમાં બનાવેલ સ્‍થાન વિશે વાત કરી હતી. ઉપરાંત રાજ્‍ય સરકારે  ઇનોવેશન માટે સ્‍ટાર્ટઅપ પોલિસી બનાવી છે અને તે દ્વારા માઈન્‍ડ ટુ માર્કેટના ખ્‍યાલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્‍યાસ તેમજ પોતાનો ઉપક્રમ શરૂ કરવા માટે મદદ કરવામાં આવે છે.આ સ્‍ટાર્ટઅપ પોલિસી માટે રાજ્‍ય સરકારે રૂ.પ૦૦  કરોડની ફાળવણી કરવામાં આવી છે તેની માહિતી અપાઇ હતી.

જીટો દ્વારા કોવિડના સમયમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશૂલ્‍ક ઓક્‍સિજન સિલિન્‍ડર અને ગરીબો તથા જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓને વિના મૂલ્‍યે ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી તેની ે સરાહના કરી હતી. રાજ્‍યના વિદ્યાર્થીઓને અત્‍યાધુનિક શિક્ષણ મળે તે માટે ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરી જેવી યુનિવર્સિટીઓ પણ વિકસિત કરી છે કે જ્‍યાં વિદેશના તજજ્ઞ લોકો ટેકનોલોજી અને ઇનોવેશનનું વિધિવત જ્ઞાન મેળવવા માટે આવે છે. આ કાર્યક્રમમાં અમદાવાદના આસિસ્‍ટન્‍ટ આવકવેરા આયુક્‍ત અભિષેક ઓસવાલ, ગાર્ગી જૈન સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. આ તકે જીટો ભાવનગરના પ્રમુખશ્રી દર્શકભાઈ મહેતા,જૈન સમાજનાં અગ્રણીઓ તેમજ  વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(11:52 am IST)