Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાણાવાવમાં અઢી, કુતિયાણામાં દોઢ અને પોરબંદરમાં અર્ધો ઇંચ

ખંભાળા અને ફોદાળા બંને જળાશયોમાં ૩-૩ ઇંચ નવા પાણીની આવક : આજે સવારથી ધૂપછાંવ અને ઉકળાટ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૫ : જિલ્લામાં ગઇકાલે આખો દિવસ સમયાંતરે વરસાદ ચાલુ રહેતા સાંજ સુધીમાં રાણાવાવમાં અઢી ઇંચ, કુતિયાણામાં દોઢ ઇંચ અને પોરબંદરમાં અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.
પોરબંદર જિલ્લામાં ગઇકાલે આખો દિવસ સમયાંતરે હળવાથી મધ્‍યમ વરસાદ ચાલુ રહેતા પોરબંદર વરસાદ ૧૯ મીમી (૧૦૨ મીમી), રાણાવાવ ૬૩ મીમી (૧૭૯ મીમી), કુતિયાણા ૩૬ મીમી (૧૫૮ મીમી), ખંભાળા જળાશય ઉપર વરસાદ ૨૬ મીમી ડેમની સપાટી ૨૪.૯ ફૂટ, ફોદાળા જળાશયમાં ૩૫ મીમી, ડેમની સપાટી ૨૨.૩ ફૂટ થઇ છે. ખંભાળા અને ફોદાળા જળાશયોમાં બંનેમાં ૩-૩ ઇંચ નવા પાણીની આવક થઇ. શહેર - જિલ્લામાં આજે સવારથી ધૂપછાંવ વાતાવરણ અને ઉકળાટ છે.
એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૧૭.૪ મીમી (૧૧૦.૬ મીમી) નોંધાયો છે. ગુરૂત્તમ ઉષ્‍ણાતામાન ૩૦.૨ સે.ગ્રે, લઘુત્તમ ઉષ્‍ણાતામાન ૨૬ સે.ગ્રે, પવનની ગતિ ૮ કિમી હવાનું દબાણ ૯૯૮.૯ એચ.પી.એ, સૂર્યોદય ૬.૧૩ તથા સૂર્યાસ્‍ત ૭.૩૮ મીનીટે.

 

(11:51 am IST)