Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

હજયાત્રીઓ માટેની ફીમાં ઘટાડો કરવા રજૂઆત

રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ અલ્લાઉદીન ફોગ દ્વારા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા), જસદણ, તા. ૩: ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રી મુખ્‍તાર અબ્‍બાસ નકવી તેમજ હજ કમિટી ઓફ ઇન્‍ડિયાને હજયાત્રીઓ માટેની ફી માં ઘટાડો કરવવા જસદણ ભાજપ અગ્રણી અને રાજકોટ જીલ્લા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે રજુવાત કરી એક યાદીમાં જણાવેલકે તમામ મુસ્‍લિમોને એક વાર હજયાત્રાએ જવાની તમન્ના હોય છે પરંતુ ૨૦૨૨ની સાલમાં હજયાત્રાની ફી માં અધધ બહુજ મોટો વધારો થયેલ છે ૨૦૧૯ ની સાલમાં અજીજ્‍યા કેટેગરીમાં હજયાત્રીઓનો ફીનો ખર્ચ અંદાજે ૨.૦૦૦૦૦/ બે લાખથી ૨.૫૦.૦૦૦/બે લાખ પચાસ હજાર જેવો હતો જેની જગ્‍યાએ ૨૦૨૨ની સાલમાં હજયાત્રીઓનો ફીનો ખર્ચ અધધ ૩.૨૦.૦૦૦/ ત્રણ લાખ વિસ હજાર થી ૩.૮૦.૦૦૦/ ત્રણ લાખ એસી હજાર જેટલો બહુજ વધારે ખર્ચ થાય છે. જેથી આમ આદમી ગરીબ લોકો માટે હજયાત્રાએ જવું બહુજ મુશ્‍કેલ બને તેમ છે.

વધુમાં જણાવેલકે આ હજયાત્રીઓનો ફીમાં ખર્ચ વધવાનું કારણ એરલાઇન્‍સ નું ભાડું તેમજ સાઉદી અરેબિયા સરકાર તરફથી હજયાત્રીઓ પાસેથી વધારે ટેક્ષ વસુલવામાં આવે છે જેથી આટલી મોટી ફી માં વધારો થયોછે. માટે ભારત સરકાર તેમજ હજકમિટી ઓફ ઇન્‍ડિયા આ અંગે સાઉદી સરકારને રજુવાત કરી ભારતના હજયાત્રીઓ પાસેથી ટેક્ષ ન વસુલે. બીજુકે અગાઉના વર્ષોમાં ભારતમાં હજયાત્રીઓનો કોટો અંદાજે ૧.૫૦.૦૦૦/-એક લાખ પચાસ હજાર જેટલો હતો જેની જગ્‍યાએ સાઉદી સરકારે ૨૦૨૨ ની સાલમાં ફક્‍ત ૫૫.૧૦૦/ પંચાવન હજાર એકસો જેટલા હજયાત્રીઓ મંજૂરી આપેલ હતી જેમાં પણ ગુજરાતમાંથી અંદાજે ૨૩૬૧/ બે હજાર ત્રણસો એકસઠ જેટલા જ હજયાત્રીઓને મંજૂરી આપેલ હતી. ત્‍યારે ગુજરાતમાંથી  હજયાત્રાએ જતા હાજીઓના કોટામાં વધારો થાય અને સાઉદી અરેબિયા સરકાર દ્વારા ભારતના હજયાત્રીઓ પાસે થી વધારાનો ટેક્ષ નો વસુલાય અને અજીજ્‍યા કેટેગરીમાં પહેલાની માફ્‌ક જ હજયાત્રીઓની ફી થાય અને હાલનો ફી વધારો પાછો ખેંચાય તે માટે માંગણી છે.

(10:57 am IST)