Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોરબી એકસેલ સ્‍પોર્ટસ એકેડમી દ્વારા હાઈ પરફોર્મન્‍સ સ્‍કીલ્‍સ

મોરબી,તા.૫: મોરબીની એક્‍સેલ સ્‍પોર્ટ્‍સ એકેડમી ખાતે ૨ દિવસનો હાઈ પરફોર્મન્‍સ સ્‍કીલ્‍સ કેમ્‍પ યોજાયો હતો જેમાં મોરબી ડીસ્‍ટ્રીકટ એસોના ચીફ કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ આયોજિત કેમ્‍પમાં BCCI ના લેવલ ૩ અને ફઘ્‍ખ્‍ ફેકલ્‍ટી હિતેશ ગોસ્‍વામીએ એક્‍સેલ સ્‍પોર્ટ્‍સ એકેડમીના ખેલાડીઓને હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પમાં ટીપ્‍સ આપી હતી જેમાં ટેકનીક્‍સ અને ટેકટીકસ વિશે જણાવ્‍યું હતું

જે કેમ્‍પમાં સ્‍ટેટ લેવલની અને રણજી ટ્રોફી તેમજ ઇન્‍ટરનેશનલ પ્‍લેયર્સ સ્‍કીલ પ્રેક્‍ટીસ કેવી રીતે કરે છે તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું નિશાંત જાનીએ હિતેશ ગોસ્‍વામીને વીઝીટીંગ ફેકલ્‍ટી તરીકે આમંત્રિત કર્યા હતા જેનો સ્‍વીકાર કરીને તેઓ મોરબીના ખેલાડીઓને માર્ગદર્શન આપવા આવ્‍યા હતા અને મોરબીના ખેલાડીઓને વિવિધ ટેકનીકની ઉચ્‍ચ કક્ષાની તાલીમ મળી રહી છે જેથી ભવિષ્‍યમાં મોરબીના અનેક ખેલાડીઓ સિસ્‍ટમેટીક  પ્રેક્‍ટીસ કરીને નેશનલ લેવલ સુધી ચમકશે તેવો આશાવાદ ચીફ કોચ નિશાંત જાનીએ વ્‍યક્‍ત કર્યો હતો.

મોરબી ડીસ્‍ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્‍ટ કાંતિભાઈ અમળતિયા ખેલાડીઓને સારો સપોર્ટ આપી રહ્યા છે જેમની સાથે ચીફ કોચે તાજેતરમાં મીટીંગ કરી હતી અને ખેલાડીઓના પરફોર્મન્‍સ વિશે ચર્ચા વિચારણા કરી હતી ત્‍યારે કાંતિભાઈ અમળતિયાએ પણ મોરબીના ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચે તેવી તૈયારીઓ કરાવવા જણાવ્‍યું હતું.

મોરબીના કોચ નિશાંત જાનીએ વીઝીટીંગ ફેકલ્‍ટી હિતેશ ગોસ્‍વામીનો આભાર માન્‍યો હતો અતિ વ્‍યસ્‍ત શેડ્‍યુલમાંથી તેઓએ મોરબીના ખેલાડીઓ માટે સમય કાઢી માર્ગદર્શન આપ્‍યું તે બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

(10:55 am IST)