Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

દ્વારકા જિલ્લામાં રેકોર્ડ : સોનમતી ડેમમાં ૨૪ ફૂટ નવુ પાણી ઠાલવતા મેઘરાજા : કાબરકામાં ૪ાા ફૂટનો વધારો

રાજકોટના વેણુ-૨, આજી-૩, ભાદર-૨માં પોણા ફૂટનો વધારો : અનેક ડેમો ઉપર ૦ાાથી ૪ ઇંચ વરસાદ : મોરબીના મચ્‍છુ-૩માં ૦ાા ફૂટની આવક : જામનગરના ૫ ડેમમાં ૦ાાથી ૨ ફૂટનો વધારો

રાજકોટ તા. ૫ : મેઘરાજાએ દ્વારકા પંથકમાં ૨ દિ'માં હળવો ભારે વરસાદ વરસાવતા અને ખંભાળીયા પંથકમાં ૪ થી ૫ ઇંચની મેઘસવારી જામતા સોનમતી નદીમાં ઘોડાપુર આવ્‍યા હતા, પરિણામે દ્વારકા જિલ્લામાં રેકોર્ડ સર્જાઇ ગયો છે અને ૨૪ કલાકમાં મહત્‍વના એવા સોનમતી ડેમમાં ૨૪ યૂટ નવા પાણીની આવક થતાં જીવંત સપાટી ૧૧ાા ફૂટે પહોંચી છે, આ ડેમ રમતનું મેદાન બની ગયો હતો ત્‍યાં હવે એક રાતમાં ૨૭ાા ટકા પાણીનો જથ્‍થો ભરાઇ ગયો છે, આ ડેમ ઉપર ૫ ઇંચ જેવો ધોધમાર વરસાદ પણ પડયો હતો.
દ્વારકાના અન્‍ય મહત્‍વના ડેમ કાબરકામાં ૪ાા ફૂટનો વધારો થયો છે, જ્‍યારે શેઢા ભાડથરીમાં ૦ાા ફૂટ નવુ પાણી આવ્‍યું હતું.
રાજકોટ જિલ્લામાં વેણુ-૨માં ૦.૩૩ ફૂટ, આજી-૨માં ૦.૧૦ ફૂટ, ભાદર-૨ ડેમમાં પોણો ફૂટનો વધારો નોંધાયો છે, મોરબી જિલ્લામાં ૦.૩૩ ફુટ, જામનગરના ફોફળમાં ૧ાા ફૂટ, વાડીસંગમાં ૨ ફૂટ, ફુલઝર કો.બા.માં ૧ ફુટ, ઉમીયા સાગરમાં ૦ાા ફુટ, ઉંડ-૨માં ૦.૧૬ ફૂટનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત સુરેન્‍દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-૨માં અને ત્રિવેણી ઠાંગા ડેમમાં ૦ાા થી પોણા ફૂટ નવા નીર ઠલવાયા હતા. દરમિયાન ૧૨ થી ૧૫ ડેમો ઉપર ૦ાા થી ૩ ઇંચ જેવો વરસાદ પડયાનું સિંચાઇ ખાતુ ઉમેરી રહ્યું છે.

 

(10:54 am IST)