Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સુત્રાપાડા : કેન્‍દ્ર સરકારની ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડની માંગણી

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૫ : જેમાં ગુજરાત રાજય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ)ની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં ક્રમાંક ૧૦૨ પર કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજ નો સમાવેશ કરવામાં આવેલ પરંતુ કેન્‍દ્ર સરકાર દ્વારા અન્‍ય પછાત વર્ગ ઓબીસીની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવામાં આવેલ નથી આ બાબતે કારડીયા રાજપૂત સમાજને કેન્‍દ્ર સરકારની યાદીમાં કારડીયા રાજપૂત સમાજને ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળીને રજૂઆત કરેલ હતી.

રાજય સરકાર દ્વારા કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ)ની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ જેથી રાજય સરકારના અનામત તેમજ ઓબીસીના અન્‍ય લાભો રાજય સરકારના તેઓને પ્રાપ્ત થાય છે પરંતુ કેન્‍દ્ર સરકારની યાદીમાં આ સમાજ ના નામોના હોય કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા અનામત કે અન્‍ય કોઈ લાભ તેઓને મળતા નથી તો કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજને કેન્‍દ્ર સરકારની ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળી અને રજૂઆત કરેલ હતી.

(11:14 am IST)