Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ખંભાળિયામાં મેઘો અનરાધાર: ૧૦ થી ૧૨ ઇંચ વરસાદ: શહેર પાણી પાણી: સવારથી જ સમગ્ર શહેરને ધમરોડયું: નવાપરા સહિતના હાર્દસમા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા: મહાપ્રભુજી બેઠક પાસે પાણીનો ધસમસતો પ્રવાહ: તૈલી નદી સહિતના નદી નાલા બે કાંઠે વહ્યા :

નીચાણવાળા વિસ્તારો પાણીમાં: ઝવેરી બજાર સહિતના માર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનો ફસાયા: ખંભાળિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ૨ થી ૮ ઈંચ વરસાદ: ઘી ડેમમાં વધુ પાણીની આવક: લોકોમાં ઉન્માદ

ખંભાળિયામાં મેઘો અનરાધાર વરસી પડ્યો છે સાંજ સુધીમાં  ૧૦ થી ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો છે જેનાથી સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું છે આજે સવારથી જ સમગ્ર શહેરને ધમરોડયું છે નવાપરા સહિતના હાર્દસમા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે મહાપ્રભુજી બેઠક પાસે પાણીનો ધસમસતો પ્રવાહ વધી રહ્યો છે તૈલી નદી સહિતના નદી નાલા બે કાંઠે વહ્યા છે

   અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘુસ્યા છે ઝવેરી બજાર સહિતના માર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનો ફસાયા છે ખંભાળિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ૨ થી ૮ ઈંચ વરસાદ ખાબક્યો છે ઘી ડેમમાં વધુ પાણીની આવક થઇ છે

(11:43 pm IST)