Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ભચાઉમાં હુક્કા બાર પર દરોડો-એન્જીનિયરિંગ વર્કશોપની આડમાં ચાલતો હતો હુક્કા બાર

ભુજ: પૂર્વ કચ્છ એલસીબીએ ભચાઉમાંથી હુક્કા બાર ઝડપી પાડ્યો છે. કારીયાધામની સામે આવેલ વિશ્વકર્મા એન્જીનિયરિંગ વર્કસમાં અંદરના ભાગે આ હુક્કા બાર ચલાવતો હતો. પોલીસે અલગ ફ્લેવરની તમાકુ અને હુક્કાઓ સાથે બે યુવાનો હિતેશ ડાહ્યાભાઈ લુહાર અને શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.એસ. રાણા અને સ્ટાફે આ કામગીરી પાર પાડી હતી.

(7:05 pm IST)