Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ સંદર્ભે વહિવટીતંત્રને સતર્ક રહેવા તાકીદ

નદી નાલા ઉપરથી ચાલતા વરસાદી પાણીમાં કોઇ નાગરિકો વાહન સાથે પ્રવેશે નહિં તેની તકેદારી રાખવી

જૂનાગઢ: સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની  ઋતુનો વિધીવત પ્રારંભ થયો છે. જિલ્લાનાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદ સંદર્ભે તાલુકા વહિવટીતંત્રના અધિકારીઓને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા સુચનાઓ જારી કરવામાં આવી છે.
   સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ જે તાલુકામાં વધુ વરસાદ હોય તે તાલુકામાં ભયજનક રોડ પર ટ્રાફિક બંધ કરાવવો,નદી નાલા ઉપરથી ચાલતા વરસાદી પાણીમાં  કોઇ નાગરિકો વાહન સાથે  પ્રવેશે નહિં તેની તકેદારી રાખવી.
   વિજ પુરવઠો અવિરત રહે,રોડ તુટવા ઝાડ પડવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી.પશુધન મૃત્યુ પામે તો તાત્કાલિક રિપોર્ટીંગ કરવા,નિચાણવાળા વિસ્તારોમાં  પાણી ભરાય તો પાણી ઉલેચવા પમ્પની વ્યવસ્થા , સફાઇ કામગીરી દવા છંટકાવ સહિતની બાબતો અંગે તકેદારી રાખવા સુચનાઓ આપવામાં આવી છે.

(7:04 pm IST)