Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ધોરાજી ઉપલેટા જેતપુર જામકંડોરણા તાલૂકાના લોકોના કોરોના ટેસ્ટ માટેનૂ કોવિડ સેમ્પલ સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે શરૂ : અત્યાર સુધીમાં કોરોનાના 1326 ટેસ્ટો કરાયા

ધોરાજી:ધોરાજી માં કોરોના પોઝીટીવ કેસો માં સંકમણ નો ફેલાવો વધતાં કોરોના કોવિડ સેમ્પલ સેન્ટર ધોરાજી ખાતે ગૂરૂવારે 58 સેમ્પલ લેવાયા હતા. ધો૨ાજી, જેતપુ૨, જામકંડો૨ણા અને ધો૨ાજીના લોકો માટે ૨ાજય સ૨કા૨ દ્વા૨ા કો૨ોનાના સેમ્પલ લેવા માટે ધો૨ાજીની સ૨કા૨ી હોસ્પિટલ ખાતે ખાસ આધુનિક સુવિધાઓ ઉભી ક૨ેલ છે. અને લોકોને ૨ાજકોટ સુધી ધકકા ન ખાવા પડે તેવા ઉદેશથી ધો૨ાજી સ૨કા૨ી હોસ્પિટલ ખાતે આ ડેડીકેટેડ કો૨ોના હેલ્થ સેન્ટ૨ ખાતે ગઈકાલે કો૨ોના અંગેના 58  સેમ્પલ લેવાયા છે જેમાં ધો૨ાજી 36, જેતપુ૨, જામકંડો૨ણાના 10-10 તેમજ જૂનાગઢ-ઉપલેટાના 1-1 સેમ્પલો લેવાયા હતા આ કોવિડ સેમ્પલ સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે તા. 27/4 થી શરૂ કરાયેલ છે આ કોરોના કોવિડ સેમ્પલ સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, મેડીકલ ઓફિસરડો.૨ાજબે૨ા, તેની ટીમ સહિતના સરકારી હોસ્પિટલ નો નસીગ સ્ટાફ કામગીરી કરી રહેલ છે
આ અંગે ધોરાજી ના સરકારી હોસ્પિટલ ના અધીક્ષક ડો જયેશ વસેટીયને જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેમ્પલ સેન્ટર શરૂ કરાયેલ છે ત્યાર થી આજ સૂધી કોરોના ના 1326 ટેસ્ટો શંકાસ્પદ લોકો ના કરાયા છે ધોરાજી સરકારી હોસ્પિટલ ના તબીબો સ્ટાફ ની ટીમો દ્વારા પીપી કિટ પહેરી ને સલામત સાવધ રીતે શંકાસ્પદ લક્ષણ દેખાતા લોકો ના કોરોના રીપોટ ની તપાસણી માટે સેમ્પલ લેવાયા છે કોરોના મહામારી અન્વયે લોકો ને માસ્ક પહેરવા તથા સરકાર ની સૂચના નૂ પાલન કરવા અપીલ કરાઈ છે.

(6:08 pm IST)