Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

પોરબંદરમાં બપોરે ૧ર-૦૦ થી દોઢ કલાકમાં દોઢ ઇંચ પાણી પડયું ઠેર-ઠેર પાણી ભરાયા : વાતાવરણ ઠંડુગાર : રવિવારને કારણ બજારો બંધ હોવાથી રસ્તા સુમસામ જોવા મળે છે

પોરબંદર : પોરબંદરમાં આજે બપોરે ૧ર વાગ્યાના સુમારે જોરદાર વરસાદ વરસવાનું ચાલુ થયેલ દોઢ કલાકમાં લગભગ દોઢ ઇંચ જટલો વરસાદ વરસ્યો હતો.

દોઢ ઇંચ જેટલા પડેલા વરસાદને લઇને સુદામા ચોક કોર્ટ પાસે તેમજ અન્ય ઘણા વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. પોરબંદરના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદને લઇને બગવદરથી અડવાણા તરફ જતા રસ્તા પરના પુલીયા ઉપર લગાવવામાં આવેલા રેલીંગના નટબોલ્ટ જુદા પડી જતા રેલીંગો ફંગોળાઇ હતી. ભારે પવનને કારણે આમ બનવા પામ્યુ છે જયારે કેટલાક લોકો નબળી કામગીરીને કારણે રેલીંગને નુકશાન થવાનું પણ કહે છે.

(2:21 pm IST)