Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ગુરુપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમા મેઘરાજા મહેરબાન : વાંકાનેર - ટંકારા -કાલાવડમાં અઢી , ખાંભા- ધારી- કલ્યાણપુર માં બે , ધોરાજી- મહુવા-ભેસાણ-વિસાવદર માં અઢી, માણાવદર-લોધીકા-રાજુલા-રાણપુર- એક, રાજકોટ-પડધરી-સાવરકુંડલામા પોણો ઇંચ વરસાદ

રાજકોટ :ગુરુપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમા મેઘરાજા મહેરબાન થયા છે. વાંકાનેર - ટંકારા -કાલાવડમાં અઢી , ખાંભા- ધારી- કલ્યાણપુર માં બે , ધોરાજી- મહુવા-ભેસાણ-વિસાવદર માં અઢી, માણાવદર-લોધીકા-રાજુલા-રાણપુર-એક, રાજકોટ-પડધરી-સાવરકુંડલામા પોણો ઇંચ વરસાદ વરસ્યો છે અન્યત્ર હળવા ભારે ઝાપટાં વરસ્યા છે.

         આ ઉપરાંત મોરબી, અમરેલી, જાફરાબાદ, બગસરા, લીલીયા, વડીયા, જામજોધપુર, જામનગર, જોડીયા, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, બરવાળા, બોટાદ, તળાજા, ગારીયાધાર, જેસર, તળાજા, પાલીતાણા, ભાવનગર, સિહોર, કેશોદ, જુનાગઢ, માંગરોળ, મેંદરડા, વંથલી, પોરબંદર, રાણાવાવ, ઉપલેટા, કોટડા સાંગાણી, જેતપુર, જસદણ, જામકંડોરણા માં ઝાપટા થી માંડીને અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો

ધોરાજીમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા એક કલાકમાં દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો

નીચાણવાળા ત્રણ દરવાજા હોકળા કાંઠા નદી બજાર શાકમાર્કેટ વિગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા

  કચ્છમાં આજે સવારથી માત્ર અંજારમાં જ પાંચ મીમી વરસાદ વરસ્યો છે અન્યત્ર મિશ્ર હવામાન છે.

          જોકે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરથી મિશ્ર  વાતાવરણનો માહોલ સર્જાયો છે.

(1:09 pm IST)