Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સાધુ કાયમ સ્વભાવે ગરીબ હોય છેઃ પૂ.મોરારીબાપુ

તલગાજરડાનાં શ્રીરામજી મંદિરે ઓનલાઇન શ્રીરામકથાનો પ્રારંભ

રાજકોટ,તા.૪: 'સાધુ કાયમ સ્વભાવે ગરીબ હોય છે.' તેમ પૂ.મોરારીબાપુએ તલગાજરડા ખાતે આજથી શરૂ થયેલી ઓનલાઇન શ્રી રામકથાના પ્રથમ દિવસે જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, ગુરૂજીની તેના શિષ્ય ઉપર કાયમ કૃપાદ્રષ્ટિ હોય છે અને તેથી જ સાધુને કોઇ પણ પ્રકારને મોહ હોતો નથી.

પૂજય મોરારી બાપુ આ અગાઉ ૮૮૪ ની કથા ત્રિભુવન નીચે ઓનલાઇન કરી હતી જેમાં માત્ર ત્રણ શ્રોતા હતાં. હવે ૮૮૫ ની કથા આજે શનિવારથી શરૂ થઇ છે .આ કથા જે જગ્યાએથી બાપુએ સૌ પહેલી પારાયણ કરી હતી તે તલગાજરડા નારામજી મંદિર યોજાઇ છે..યાદ રહે પુ.મોરારિબાપુની ઉંમર ૧૪ વર્ષે ની હતી.આ કથામાં પણ કોઈ શ્રોતા નહીં હોય. પરંતુ માત્ર આસ્થા ચેનલ ઉપર અને ચિત્રકુટધામ તલગાજરડા યુટ્યુબ ચેનલ પર એનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. બીજા દિવસથી દરરોજ આ કથા ૧૦ થી ૧૨ દરમિયાન યોજાશે.

ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઘણાં વર્ષોથી મોરારીબાપુએ સંપૂર્ણ બંધ કરેલ છે. ચાલુ વર્ષે લોકડાઉન હોય આ નિયમ પાલન કરવા કોઇપણ ભાવિક ભકતો તલગાજરડા આવી શકશે નહીં. બધાને પોતાના ઘેરથી કથાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારો સહિતનાઙ્ગ પણ તલગાજરડા આવવા પર વિશેષ ના ફરમાવવામાં આવી છે. તેથી કોઈએ તલગાજરડા સરકારશ્રીના નિયમો મુજબ નહીં પધારવા ખાસ વિનંતી કરવામાં આવી છે.

(3:32 pm IST)