Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

હવે કચ્છમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધ્યા,આજે ૬ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો ૧૮૪ થયો

લગલગાટ ૧૨ મે દિ' પણ કોરોનાનો સપાટો, દરરોજ દર્દીઓ વધતાં લોકોમાં ફફડાટ

ભુજ : નખત્રાણાના નિરોણા ગામમાં બે મહિલા અને એક યુવાન સાથે ત્રણ કેસ (મુંબઈથી આવેલા), પત્રી (મુન્દ્રા) માં મુંબઈથી આવેલ યુવાન, રાપરમાં મહેસાણાથી આવનાર યુવાન અને ભલોટ (અંજાર)માં ઓમાનથી આવનાર યુવાનને કોરોના ડિટેકટ થયો.

 

કચ્છમાં આજના તમામ કેસ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
કચ્છની આંકડાકીય માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓ પણ વધીને ૬૩ થયા છે. તો, સાજા થનાર દર્દીઓની સંખ્યા ૧૧૨ થઈ છે. જ્યારે ૯ ના મોત નિપજ્યા છે.

(8:54 pm IST)