Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રાજુલાના માંડણ ગામે ૧ કલાકમાં ૨ ઈંચઃ મહુવામાં પણ ૧ ઈંચ વરસાદ

રાજકોટ, તા. ૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી વાતાવરણ છવાઈ જાય છે, પરંતુ સાર્વત્રિક વરસાદ વરસતો નથી. કોઈ કોઈ જગ્યાએ હળવો-ભારે વરસાદ વરસી જાય છે ત્યારે આજે બપોરે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડણ ગામે ૧ કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. આ વરસાદ માંડણ ઉપરાંત ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ પડયો હતો. વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોને રાહત થઈ હતી.

રાજુલા શહેરમાં માત્ર હળવા છાંટા વરસ્યા હતા જ્યારે ભાવનગર જિલ્લાના મહુવામાં પણ ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો.

આજે દિવસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂપ-છાંવનો માહોલ યથાવત છે અને એક બે જગ્યાએ હળવો વરસાદ વરસ્યો હતો.

(4:16 pm IST)