Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

લોઠડામાં કારખાનાના શેડનું પતરૂ તૂટતાં યુપીના ઉમેશ મોૈર્યનું મોત

વરસાદનું પાણી આવતું હોઇ યુવાન રિપેર કરવા ગયો ને કાળ ભેટ્યો

રાજકોટ તા. ૫: સરધારના લોઠડા ગામે તિરૂપતી મેટલ કાસ્ટીંગ નામના કારખાનામાં રહેતો અને કામ કરતો મુળ ઉત્તર પ્રદેશનો યુવાન ઉમેશ વિનાયકભાઇ મોૈર્ય (ઉ.૨૨) ગઇકાલે કારખાનાના શેડના પતરામાંથી વરસાદનું પાણી આવતું હોઇ તે રિપેરીંગ કરવા માટે ઉપર ચડતાં પતરૂ તૂટતાં પડી જતાં મોત નિપજ્યું છે.

ઉમેશ મોૈર્ય સવારે દસેક વાગ્યે શેડ પર પતરૂ રિપેર કરવા ગયો હતો. તે વખતે પતરૂ તૂટતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મોડી રાત્રે દમ તોડી દેતાં આજીડેમ પોલીસને જાણ થતાં એએસઆઇ નરેન્દ્રભાઇ એમ. ચાવડા અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર યુવાન મુળ યુપીનો વતની હતો અને લોઠડામાં માતા-પિતા-પત્નિ સહિતના પરિવારજનો સાથે રહેતો હતો. તે ત્રણ ભાઇમાં વચેટ હતો. સંતાનમાં એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:07 pm IST)