Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભાવનગરમાં અમિત ચોહાણની હત્યા કરનાર ૩ ઝડપાયા

ભાવનગર તા ૫  :  ભાવનગરમાં યુવાનની હત્યા અંગે સગીર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે.

ખુનના આ બનાવની વિગતો એવી છે કે, શહેરના સુભાષનગર શેરી નં.-૩ માં રહેતા કોળી યુવાન અમિત ભરતભાઇ ચોૈહાણ ઉ.વ. ૨૯  ઉપર સામાન્ય બોલાચાલી થયા બાદ ત્રણ શખ્સોએ અમિતના માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી જીવલેણ  હુમલો કરતા હોસ્પીટલમાં ખસેડતા તેનું મોત નિપજયું હતું.

આ બનાવ અંગે મૃતક અમિતના મિત્ર રાજુ હર્ષદભાઇ પરમાર એ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક સગીર તથા  કિશન અને દર્શન નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે સગીર સહીત ત્રણેય આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:52 pm IST)