Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પ્રભાસ પાટણમાં અષાઢી બીજ નીમીતે માલપુવાના પ્રસાદનો ૩ હજાર ભકતોને લાભ મળ્યો

પ્રભાસ પાટણ તા.પઃ સોમનાથ-પ્રભાસ પાટણ મુકામે નાના કોળી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર અષાઢી બીજનાં માલપૂવાનો પ્રસાદ બનાવવામાં આવે છે અને દિવસભર આઠથી દશ મોટી કડાઇમાં કારીગરો દ્વારા માલપૂવા બનાવે છે. આ માલપૂવા મીની ટ્રેકટરમાં ભરી અને સમાજમાં સ્ટોક કરવામાં આવે છે અને રાત્રીનાં ૩ હજારથી વધુ લોકો આ મહાપ્રસાદીનો લાભ લે છે. આ માલપૂવાની પ્રસાદી બનાવવામાં ઘઉનો લોટ, તેલ, ગોળ અને અન્ય સામગ્રી મળી એક હજાર કિલોથી વધુ માલપૂવાનો પ્રસાદ બનાવવામાં આવે છે.

અષાઢી બીજનાં ઉત્સવ નિમીતે નાના કોળી સમાજના તમામ લોકો તેના કામધંધાઓ બંધ રાખીને આ ઉત્સવમાં જોડાય છે અને આ કામગીરીમાં ભાઇઓની સાથે બહેનો પણ મદદરૂપ થાય છે અને સર્વજનો આનંદ ઉત્સવ સાથે આ ઉત્સવ ઉજવે છે.

આ બીજનાં ઉત્સવને સફળ બનાવવા નાના કોળી સમાજનાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સમાજનાં તમામ હોદ્દેદારો અને સમાજના લોકો અને યુવાનો દ્વારા બનાવેલ હતા. (૧૧.ર)

(3:15 pm IST)