Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વિધાનસભામાં અંબરીશ ડેરએ રાજુલા પંથકના પ્રશ્ન ઉઠાવતા તાત્કાલીક ઉકેલ

રાજુલા તા. પ : રાજુલા-જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિધાનસભામાં રાજુલા-જાફરાબાદ ખાંભામાં અવાર નવાર ટ્રીપીંગ થતુ઼ હોય તેનો પ્રશ્ન ઉઠાવવતા મને તેઓએ આ અંગેનો જવાબ માંગતા ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા આ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપેલ હતી ડેર દ્વારા રાજુલા-જાફરાબાદ ખાંભામાં સાગર ખેડુત યોજના અંતર્ગત છે. અને રાજુલા-જાફરાબાદમાં હાઇએશ ટ્રીપીંગ આપવામાં આવે છે  તેમજ સ્ટાફની ખુબજ ઘટ છે. તેમજ ઇન્ડીઝ એરીયા અને બીજો ઇએરી અલગ કરવામાં આવે તેવી માંગ વિધાન સભામાં કરેલ હતી જેના અનુસંધાને અને ઉર્જામંત્રી સૌરભ પટેલની ખાત્રીને અનુલક્ષીને પીજીવીસીએલના એમડી સચિવ ભાવિન પંડયા તથા રાડા દ્વારા રાજુલાની રૂબરૂ મુલાકાત લીધેલ હતી.

તેઓ રાજુલા આવેલ હોય અને ધારાસભ્ય અંબરીશ ડેર ગાંધીનગર હોવાથી એમની સુચનથી ચેતનભાઇ ભુવા તથા નિરવ ભટ્ટએ રાજુલા શહેરના લાઇટ કાપ તથા પીજીવીસીએલના અન્ય પ્રશ્નો બાબતે ચર્ચાકરી અને આ બન્ને દ્વારા આગામી દિવસોમાં તમામ પ્રશ્નોનુ નિરાકારણ કરવાની ખાત્રી આપવામાં આવેલ હતી. લોકોને પડતી સમસ્યા નિવારણ કરવા પ્રયાસ હાથ ધરેલ જેના અનુસંધાને પીજીવીસીએલ સફાળી જાગી અને તેના એમડી સચિવ કક્ષાના અધિકારી દ્વારા રાજુલાની રૂબરૂ મુલાકાત લીધેલ હતી રાજુલામાં ટ્રાન્સફોર્મરની સંખ્યામાં ઓછી હોય તે વધારવાની પણ તાતી જરૂર હોવાનું લોક દ્વારા જણાવવામા આવી રહેલ છે. હવે જયારે પીજીવીસીએલના એમડી સચિવ કક્ષાના અધિકારી દ્વારા આ પ્રશ્ન ઉકેલવા ખાત્રી આપેલ હોય લોકોએ રાહત મેળવેલ છે.

(1:21 pm IST)