Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સાવરકુંડલાના ચેકડેમમાં નવા નીર આવતા વધામણા

સાવરકુંડલા તા ૫  :  શહેરની જનતા માટે પીવાના પાણીની તકલીફ ઉભી ન થાય તેવા શુભ આશયથી નગરપાલીકાના કોંગી શાસકોએ આગોતરૂ આયોજન કરવામાં આવેલ, જેમાં પાણીનો  સંગ્રહ કરી પાણીના તળ અધ્ધર લાવવા ચેક ડેમ ઉંંડા ઉતારવાનું કામ કોંગ્રેસ પાલીકાના શાસકોએ કરેલ હતા.

જેમાં વરસાદ વરસતા તે પાણી મોટા પ્રમાણમાં ચેક ડેમમાં જમા થતા તે નવા નીરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મંત્રી ચંદ્રેશભાઇ રવાણી, પાલિકા પ્રમુખ વિપુલભાઇ ઉનાવા, શહેર કોંગ્રેસ પ્રમુખ કીરીટભાઇ દવે, બિજલ ભરવાડ, નાસીર ચોૈહાણ, ઇકબાલ ગોરી, ભાવેશ બગડા વિગેરે પાલીકાના સદ્સ્ય સ્થળ પર હાજર રહી નવા નીરના વધામણા કરાયા હતા.

(1:20 pm IST)