Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

એન્ટી ડમ્પિંગ ડયુટી મામલે સાંસદ કુંડારિયા ત્થા સિરામિક એસોના પ્રમુખોની કોમર્સ મીનીસ્ટરને રજુઆત

મોરબી તા. પ : ગ્લફના દેશોમાં ભારતની સીરામીક પ્રોડકટ ઉપર ચાઇના કરતા ૧૦ ટકા વધુ એન્ટીડમ્પીંગ ડયુટી લગાવવાની હિલચાલ થઇ રહી છે  ત્યારે ૪૦૦૦ કરોડ જેટલુ એકસપોર્ટ કરતા સીરામીક ઉદ્યોગને એન્ટીડમ્પીંગ ડયુટીથી માઠી અસર થઇ શકે તેમ હોવાથી આ અંગે સીરામીક એસો.ના પ્રમુખોએ સાંસદ કુંડારિયા સાથે મળીને કોમર્સ મીનીસ્ટરને આ અંગે યોગ્ય રજુઆત કરી છે.

ગલ્ફના (અખાતી) દેશો દ્વારા સિરામીક પ્રોડકટ પર એન્ટીકંમ્પીંગ ડયુટી લગાવવા માટેની હિલચાલ ચાલી રહી છે. ત્યારે ચાઇના કરતા ભારત ઉપર ડયુટી વધુ લાગેે તેવી શકયતા હોય જે મામલે સાંસદ મોહનભાઇ કુંડારીયા સાથે મોરબી સિરામીક એશોસીએશનના પ્રમુખો તેમજ એન્ટીડમ્પીંગ કમીટીના મેમ્બરોએ કોમર્સ મીનીસ્ટર પિયુષ ગોયલને રૂબરૂ મળીને રજુઆત કરી હતી અને આ બાબતને ગંભીરતાથી લઇને કોમર્સ મીનીસ્ટર દ્વારા યોગ્ય કરવા માટે અધિકારીઓને સુચના આપી હતી.

ચાઇના કરતા ભારત ઉપર ૧૦ % વધુ ડયુટી લાગે તેમ હોય ભારતની પ્રોડકટ એકસપોર્ટ કરવુ બહુ જ અઘરૂ પડશે અથવા તો બંધ થઇ જશે, ૪૦૦૦ કરોડ જેટલું એકસપોર્ટ અખાતી દેશોમાં થઇ રહ્યું છે ત્યારે જો આ એકસપોર્ટ બંધ થાય તો મોરબીના સિરામીક ઉદ્યોગોમાં તેની વિપરીત અસર થાય તેમ છે.

(1:19 pm IST)