Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પોલીંગ એજન્ટની જવાબદારી

મોરબી, તા.પ આજે રાજયસભાની ગુજરાતની બે બેઠકો માટે મતદાન થવાનું છે જે પૂર્વે કોંગ્રેસ તેના ધારાસભ્યોને બાલારામ રિસોર્ટમાં લઈ ગયા છે અને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પોલીંગ એજન્ટની મહત્વપૂર્ણ જવાબદારી સોપવામાં આવી છે.  રાજયસભા ચુંટણીમાં ગુજરાતની બંને બેઠકો જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ મથામણ કરી રહી છે અને કોંગ્રેસે તેના ધારાસભ્યોને સીનીયર નેતાઓની આગેવાની હેઠળ તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં લઇ જવાયા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો સાથે સીનીયર કોંગ્રેસી નેતાઓની બેઠક ચાલી રહી છે જેમાં ચુંટણીમાં વોટીંગ સહિતની માહિતી આપવામાં આવી હતી ઉપરાંત પક્ષના આગેવાનોને જવાબદારી સોપવામાં આવી છે જેમાં અશ્વિન કોટવાલ અને સી જે ચાવડા બંને ઉમેદવારના ચુંટણી એજન્ટ તરીકે રહેશે જયારે પોલીંગ એજન્ટમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને ડો. અનીલ જોશયારાને જવાબદારી સોપવામાં આવી છે જયારે શૈલેષ પરમાર પાર્ટીના ઓથોરાઇઝ ઓબ્ઝર્વર રહેશે.

(1:18 pm IST)