Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઉનામાં જૂના મનદુઃખથી લોખંડની ચેઇન અને સળિયા વડે હૂમલોઃ ર ને ગંભીર ઇજા

ઉના તા. પ :.. ટાવર ચોક પાસે ૪ શખ્સોએ જુના મનદુઃખને કારણે લોખંડના સળીયા તથા ચેન વડે આડેધડ માર મારતાં રને ગંભીર ઇજા પહોંચી હતી.

ટાવર ચોક પાસે શ્રીજી કોમ્પલેક્ષ પાસે મયુરભાઇ પુનાભાઇ બારૈયા (ઉ.૩૦) રે. ઉના તથા તેના પિતા પુનાભાઇ ઉભા હતા ત્યારે ઉનાના રોહીત ચૌહાણ ત્થા ૩ અજાણ્યા યુવાનોએ જુના મનદુઃખનું વેર રાખી. મયુર ઉપર લોખંડની ચેઇન ત્થા લોખંડના સળીયા વતી આડેધડ માર મારતાં મયુરને હાથ - પગમાં ત્થા પુનાભાઇ બારૈયાને ડાબા હાથમાં ફ્રેકચર આવતા બન્ને ને ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ હતા. ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ એએસઆઇ શ્રી ભેડા ચલાવી રહ્યા છે.

(11:48 am IST)