Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મજેવડી દેવતણખી ધામ ખાતે અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રા રથયાત્રા

 ધોરાજીઃ  ધોરાજી જૂનાગઢ વચ્ચે આવેલ લુહાર સમાજના સંત શ્રી દેવતણખી બાપા અને દીકરી લીરલ બાઈ માતાજીની ચેતન સમાધિસ્થાન ખાતે દર વર્ષે અષાઢી બીજ મહોત્સવ ભવ્ય ઉજવાય છે જેમાં સમગ્ર દેશભરમાંથી લુહાર સમાજ પંચાલ સમાજ સુધારક સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ આ રથયાત્રામાં જોડાઇ છે ત્યારે આજે અષાઢી બીજ મહોત્સવ નિમિત્ત્।ે મહામંડલેશ્વર ભારતીબાપુ તથા સુલતાનપુરના જયશંકર બાપુ સંતો મહંતોની હાજરીમાં રથયાત્રા રથયાત્રા એક કિલોમીટર લાંબી ભગવાન વિશ્વકર્માના તેમજ સંત શ્રી દેવતણખી બાપા ના જીવન ચરિત્ર ની ઝાંખી કરાવતા ચરિત્રો ની ઝાંખી કરાવતા શણગારેલા ફલોટ સાથે સંસ્થાના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ નિરમા કંપની ના પરસોત્ત્।મભાઈ પિત્રોડા (દાસકાકા પિત્રોડા) અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ રાજુભાઈ પિત્રોડા ગોંડલ. પીયૂષભાઈ લુહાર મહુવા ઉમેદભાઈ મકવાણા જેતપુર.વલ્લભભાઈ પરમાર સુરત કાંતિભાઈ કારેલીયા રાજુભાઇ દાવડા વેરાવળઙ્ગ પ્રવીણભાઈ દાવડા ધોરાજી રમેશભાઈ કારેલીયા જેન્તીભાઈ દોડીયાળાવાળા વલ્લભભાઈ પીઠવા જગદીશભાઈ કારેલીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે પુજારણ મહાપૂજા ૧૫૧ રાંદલ માં ના લોટા મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો સંતવાણી લોકડાયરો યોજાયા હતા.

(11:48 am IST)