Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી bsnlની સેવાઃ ફોલ્ટ રીપેરીંગ માટેની ગાડીઓ એકાએક બંધ !!

ચોમાસા દરમિયાન ફોલ્ટ સર્જાય ત્યારે અનેક ટેલીફોનો મુંગા થઈ જશે ગ્રાહકોમાં ઘેરી ચિંતા!!

વઢવાણ, તા. ૫ : હાલ સમગ્ર દેશ માં bsnl વિભાગ ના ઠેર ઠેર ચર્ચા જોવા મળી રહા છે.ત્યારે સમગ્ર દેશ અને ખાસ કરી ગુજરાત માં bsnl ની સુવિધાઓ ખાડે ગઈ છે.ત્યારે સમગ્ર દેશ માં bsnl એ મોબાઈલ ફોનથી માંડી ને બ્રોડબેન્ક ઈન્ટરનેટ કોલિંગ અને ખાસ કરી ટેલિફોનિક જગત માં સૌથી મોટું નેટવર્ક ધરાવતું વિભાગ છે.

ત્યારે હાલ સમગ્ર દેશ માં bsnl વિભાગ સતત ખોટ કરી રહ્યું છે.ત્યારે સરકાર દવારા bsnl નું ખાનગી કરણ કરવા ની વાત કરવા માં આવી હતી.ત્યારે કર્મચારીઓ અને bsnl ના ગ્રાહકો નો વિરોધ થયા બાદ સરકાર દ્વારા ખાનગી કરણ નો સમાવેશ મોખુફ રાખવામાં આવ્યો છે.

ત્યારે દિન પ્રતિદિન bsnl ની સગવડતા ખાડે જઇ રહી છે.ત્યારે bsnl ના સીમકાર્ડ માં 4g નેટ 2g ની સ્પીડ માં ચાલી રહ્યું છે. બ્રોડબેન્ક માં પણ વધુ નાણાં પડાવી નેટ સ્પીડ ધીમી આપવા માં આવી રહી છે. ત્યારે ટેલિફોન માં પણ બિલ ચાર્જ માં તાતો વધારો જીકવા માં આવતા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.

ગુજરાત માં પણ bsnl ની સેવાઓ અત્યંત ખાડે ગઈ છે.નેટસ્પીડ અને અનેક bsnl ગ્રાહકો ને bsnl ની સેવા સામે સમસ્યાઓ નો સામનો કરવો પડી રહો છે.ત્યારે ટેલીફોન વિભાગમાં પણ સમગ્ર ગુજરાત માં ચાલતા રીપેરીંગ માટેના વાહનો મોટા ભાગના બન્ધ કરવામાં આવ્યાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લા માં પણ રીપેરીંગ માટે દોડતી ૩ ગાડીઓ બન્ધ કરતા bsnl ના ગ્રાહકો માં રોસ ફેલાયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ચોમાસા દરમિયાન વાયરિંગ તૂટવા ના કારણે અને અનેક સમસ્યાઓના કારણે જિલ્લા ના લાખો ટેલીફોન મૂંગા બનશે.

આ બાબતે કર્મચારીઓ પણ ગ્રહકો ના કેસો સાંભળી ને ઉકેલ લાવવા માં અસમર્થ નીવડે છે. કર્મચારીઓ આ બાબતે ગ્રહકો ને જવાબ દઈ ને કંટાળ્યા છે. આગામી સમય માં bsnl વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માં ફરી ટેલીફોન વિભાગ ની રીપેરીંગ ગાડીઓ શરૂ કરવા માંગ ઉઠી છે.

(11:45 am IST)