Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

લાખાબાવળના ચારણ પરિવાર માટે પીએમ આવાસ યોજના આર્શીવાદરૂપ બની

નાના ઝુપડાને સ્થાને બે રૂમનું સુવિધાપૂર્ણ મકાન મળ્યુ

જામનગર તા.૫ : જામનગરના લાખાબાવળ ગામના ચારણ હરજોગભાઈ અને તેમના પત્ની માલીબેન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જાણે આશિર્વાદ રૂપ બનીને આવી. દરેક સ્ત્રીને પોતાનુ ઘર હોવાનુ સ્વપ્ન હોય છે. હરજોગભાઈ અને માલીબેન આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિમાં જીવન ગુજરાન ચલાવતા હતા. તેઓ મજુરી કામ અને ઢોર ચારીને ગામની સીમમાં તંબુ બાંધીને રહેતા હતા. શિયાળાની ઠંડી, ઉનાળાનો ભરપુર તાપ અને ચોમાસાની ઋતુમાં વરસાદ, કાદવ-કીચડ તથા જીવ-જંતુઓના ત્રાસ સહન કરી નેસના ઝુપડામાં રહેતા હતા. એવા સંજોગોમાં અચાનક ગામમાં એક ગ્રામસભાનું આયોજન થતા તેઓને જાણ થવાથી તેઓએ તેમાં હાજરી આપી અને સરકારશ્રી તરફથી હાજર રહેલા પ્રતિનિધિએ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ વિષે માહિતી આપી હતી. જે મુજબ સરકારના પ્રતિનિધિ પાસે તેઓએ તેમને લાભ મળી શકે કે કેમ ? તે તપાસ કરાવતા આ આવાસ યોજનાનો લાભ તેમને મળી શકે છે તેમ જણાયું હતું. જેથી તેઓને સરકારના પ્રતિનિધિ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ બની તેઓના આંગણે આવેલ હતા તેવુ તેમની લાગણી પરથી અનુભવાયેલુ. ત્યારબાદ તેઓ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો પુરા પાડતા તેઓને આ આવાસનો લાભ વર્ષ ૨૦૧૮-૧૯માં આપેલ હતા. જેમાં તેઓને સરકારશ્રીના પ્રતિનિધિએ કડિયા તથા જરૂરી તમામ ચીજ વસ્તુઓથી મદદ કરી હતી અને તેઓને ફાળવવામાં આવેલ આવાસ ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન તથા ટાઈપોલોજી મુજબ બે રૂમ, રસોડું અને શૌચાલય સાથે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરેલ હતું. જેથી તેઓ તથા તેમનો ચારણ પરિવાર ખૂબ જ ખૂશ છે અને તેમના જણાવ્યાં મુજબ તેઓ, હવે કોઈ પણ ઋતુમાં તેઓ તથા તેમનો પરિવાર કોઈ પણ પ્રકારની કુદરતી પરીસ્થિતીમાં તેમજ દરેક ઋતુમાં પરેશાન થયા વિના કુટુંબ કબીલા સાથે આરામથી રહી શકીએ છે.

:: સંકલન :: દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ - ફોટો - માહિતી બ્યુરો, જામનગર

(11:44 am IST)