Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગોંડલ એસ.ટી.બસ સ્ટેન્ડમાં ખીસ્સા કાતરૂ અને રોમીયોનો ત્રાસ

ગોંડલ તા.પ : એસ.ટી.બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ફરજ પર નહી રહેતા ખીસ્સા કાતરૂ રોમિયો તથા ચોરીના બનાવો વધવાની ફરીયાદ ઉઠવા પામી છે. એસટી અધિકારી તથા પોલીસ તંત્ર ઘટતુ કરે તેવી માંગણી ઉઠી છે.

ટ્રાફીકથી ધમધમતુ ગોંડલ બસ સ્ટેન્ડમાં એક પણ પોલીસની હાજરી ન હોવાથી અસામાજીક તત્વોને મોકળુ મેદાન મળી ગયુ છે. દરરોજ મુસાફરોના ખીસ્સા કપાય છે. સામાન ચોરાય છે અને સ્કુલની છોકરીઓ ગામડેથી આવતી જતી હોય તેની પાછળ પડેલા રોમીયોને મોકળુ મેદાન મળે છે અને છેડતીના અવારનવાર બનાવો બને છે. બસ સ્ટેન્ડમાંથી વાહન ચોરીના બનાવો રોજીંદા બને છે. તેવામાં એક પણ પોલીસ આ બસ સ્ટેન્ડમાં ફરજમાં નથી હોતા આ અંગે ડેપો મેનેજર તથા પોલીસ તંત્ર સતત બે પોલીસ ફરજ પર મુકે અને બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકી ખોલવા માંગણી ઉઠી છે.

(11:43 am IST)