Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીની રથયાત્રા નીકળી

મોરબીઃ તા.૫, ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની   રથયાત્રાનું પ્રસ્થાન અષાઢી બીજે કરાવવામાં આવેલ હતુ. 

 ભરવાડ અને રબારી સમાજ દ્વારા  ગુરુવારે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્ય દિન નિમિતે રથયાત્રા યોજાય છે રથયાત્રા સવારે મચ્છુ માતાજી મંદિર મહેન્દ્રપરા મોરબી ખાતેથી પ્રથાન થઇ અને શહેરના રાજમાર્ગો પરથી ફરીને નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાંથી દરબારગઢ ખાતે મચ્છુ માતાજી મંદિરે પહોંચશે રથયાત્રા દરમિયાન રબારી અને ભરવાડ સમાજના યુવક અને યુવતીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને અબીલ ગુલાલની છોડો તેમજ ઢોલ નગારાના તાલે ઝૂમતા રથયાત્રા જોવા મળ્યા હતા.

 રથયાત્રા દરમિયાન નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં પાણી, છાસ અને સરબત સહિતના પ્રસાદ માટે રાખવામાં આવ્યા છે તદુપરાંત રાત્રીના ૧૦ કલાકે ભવ્ય લોકડાયરો યોજાયેલ જેમાં જાણીતા કલાકારો પધારેલ રથયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજ અને સંસ્થા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કાયદો ને વ્યવસ્થા માટે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારો બંદોબસ્તમાં જોવા મળ્યા હતા.

(11:38 am IST)