Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જસદણમાં વીજ કચેરીનું કુંવરજીભાઇના હસ્તે લોકાર્પણ

આટકોટ તા ૫ :  જસદણમાં એક કરોડના ખર્ચે બંધાયેલ વિજ કચેરીના નવા બિલ્ડિંગનું કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે અગાઉથી નિર્ધારીત થયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી સોૈરભભાઇ દલાયા અને પ્રદિપસિંહ જાડેજા આજે રાજય સભાના સભ્યોની ચૂંટણી સંદર્ભે આવી શકયા નહોતા.

જસદણની વીજ કચેરીની ઓફીસ સાવ જર્જરીત થઇ ગઇ હોય ઓફીસ રાજય સરકાર દ્વારા નવી ઓફીસ બનાવવામાં આવી હતી. જોકે છેલ્લા વીસ દિવસથી કાર્યરત આ ઓફીસનું ગઇકાલે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને વીજ કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનીક ભાજપના હોદેદારોની હાજરીમાં લોકાર્પણ યોજાયો હતો.

આ પ્રસંગે કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજય સરકાર ખેડુતોને અને બાકીના વીજ ગ્રાહકોને પુરતી વીજળી મળી રહે એ માટે કટીબધ્ધ છે. ખેડુતોને ખેતી માટે વીજ કનેકશનો મળી રહે એ માટે યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે, અને ખેતી વાડી માટે પડતર વીજ કનેકશન માટે આગામી એક વર્ષમાં તમામ વીજ જોડાણો મળી રહે એ માટે કાર્ય કરી રહી છે, જેની જાહેરાત તાજેતરમાં કરવામા પણ આવી હતી.

વીજ ચોરી કરતા આસામીઓને તેમણે વીજ ચોરી ન કરવા ટકોર પણ કરી હતી અને પાવર ચોરી કરતા અમુક લોકો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે આવુ ન કરવા ઉપસ્થિત જન મેદનીને અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ જસદણમાં નવી બનેલ વીજ કચેરીમાં જસદણ, વિંછીયા, આટકોટ, સરધાર અને ત્રંબા પેટા કચેરી પણ આજ ઓફીસમાં બેસશે. આગામી દિવસોમાં આ ગામોમાં પણ પેટા વિજ કચેરી બનાવવામાં આવશે, જેની  પક્રિયા હાલ ચાલે છે.

આ  પ્રસંગે મુખ્ય ઇજનેર જે.જે. ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું, જયારે આભાર વિધી કાર્યપાલક ઇજનેર જસદણના પી.જે. મહેતાએ કર્યુ હતું. સંચાલન સમીરભાઇ પોટાએ કર્યુ હતું.  આ કાર્યક્રમનુ સફળ બનાવવા સ્થાનીક વીજ કચેરીના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે સ્થાનિક ભાજપના અગ્રણી ધીરૂભાઇ રામાણી, અશોકભાઇ મહેતા, પોપટભાઇ રાજપરા, ચંદુભાઇ કચ્છી, અલ્પેશભાઇ રૂપારેલીયા, પાલીકા પ્રમુખ જીજ્ઞેશ હિરપરા, ભાીખાભાઇ રાઠોડ,  અસરફભાઇ ખીમાણી, બાબુભાઇ ભવાની ટ્રાવેલ્સ, મનસુખભાઇ જાદવ, હરેશભાઇ હેરભા, વશરામભાઇ થોરીયાળી વાળા, અશોકભાઇ ધાધલ, સોનલબેન વસાણી, નરેશભાઇ દરેડવાળા, બી.બી.સી, મનુભાઇ લાવડીયા સહિત જસદણ-વિંછીયા તાલુકાના અગ્રણીઓ હાજર રહયા હતા.

(11:35 am IST)