Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભાવનગરમાં સપ્તપદી ગ્રુપનું લેખિકા કાજલ ઓઝા વૈદ્યના હસ્તે ઉદ્દઘાટન

સંસ્થાની પ્રથમ ઈવેન્ટ ગુજરાતી નાટક 'હું તને પ્રેમ' ભજવાયુ

ભાવનગર તા.૫ :  ભાવનગરમાં તાજેતરમાં પ્રથમ વખત શરુ થયું સપ્તર્ષિ નામે એક એવુ ગૃપ જેનામાં ભાવેણાના કલાપ્રિય લોકોને કંઈક નવું આપવાનો અનેરો થનગનાટ છે. ભાવનગરના કલારસિકો માટે ભાવનગરમાં જ યોજાશે એન્કરીંગ વર્કશોપ, આર.જે.વર્કશોપ, નાટ્યમહોત્સવ, લીટરેચર ફેસ્ટીવલ, શોર્ટફિલ્મ ફેસ્ટીવલ, એડવાન્સ થીયેટર વર્કશોપ જે ભાવેણા માટે માત્ર સ્વપ્ન સમાન હતું.

સપ્તર્ષિ ગૃપનું ઉદ્દઘાટન ગુજરાતી સાહિત્યનાં જાણીતા લેખિકા સુશ્રી કાજલ ઓઝા વૈદ્યના હસ્તે થયું સપ્તર્ષિ શરુ કરનાર ૬ યુવક અને યુવતીઓ દેવર્ષિ ત્રિવેદી, જાનવી મહેતા, દેવર્ષિ ભટ્ટ ,વિશ્વા આચાર્ય, નિકેતા આચાર્ય , પુનિત પુરોહિત ને કાજલ ઓઝા વૈધ દ્વારા સપ્તર્ષિ નામ સાથે દીક્ષિત કરાયા હતા.

સપ્તર્ષિ ને વધાવવા માટે ખાસ દેવેનભાઈ શેઠ , નિશીથભાઈ મહેતા, ડો.મહેન્દ્રસિંહ પરમાર, હિમાચલભાઈ મહેતા, ડો.નિમિત ઓઝા, સુભાષભાઈ ભટ્ટ, બૈજુભાઈ મહેતા, ફિરદૌસભાઈ દેખૈયા , હિમલભાઈ પંડ્યા, એ હાજરી આપી આ નવા વિચારને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

સપ્તર્ષિની પ્રથમ ઇવેન્ટ રૂપે ગુજરાતી નાટક હું તું ને પ્રેમ રજુ થયેલ જે અભિષેક મકવાણા લિખિત , સિદ્ઘરાજસિંહ પરમાર દિગ્દર્શિત ,ભાવેણાનાં કલાકરો – નિકેતા આચાર્ય, આકાંશા ભટ્ટ , ધર્મિલ શાહ, શુભમ પટેલ , ડો.સ્મિત મહેતા ,ધેર્ય વ્યાસ અને પુનિત પુરોહિત અભિનયના ઓજસ પાથર્યા હતા.

દરેક આમંત્રિત મહેમાનો તથા સ્પોન્સરો દ્વારા અને ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હાઉસફૂલ કરનાર ભાવનગરની જનતાએ સપ્તર્ષિ ટીમને વધાવી લીધી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહલબેન ગઢવીએ કરેલ.

(11:34 am IST)