Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વિરમગામ હાઈવે પર જાનના જોખમે સ્કુલ વાનમાં નાના બાળકોની સવારી

રાજય સરકારની તાકીદ છતાં...

વઢવાણ : તાજેતરમાં અમદાવાદ ખાતે ચાલુ સ્કુલ વાનમાંથી બાળકો પડી જતાં ગંભીર રીતે ઘવાયા હતા. જે ગમખ્વાર ઘટના બાદ રાજયભરની પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજી ઘેટા બકરાની જેમ કોઈપણ જાતની સુરક્ષા વગર સ્કુલના બાળકોને સ્કુલવાનમાં લાવવા લઈ જવામાં આવતા હતા. તે ડીટેન કરી ચાલક તથા સ્કુલ સંચાલકો વિરૂદ્ધ ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. વિરમગામ શહેર સહિત પંથકમાં આજે પણ સ્કુલ રીક્ષા અને સ્કુલવાનમાં બાળકોને ભયજનક રીતે બેસાડવામાં આવે છે. કોઈપણ જાતની સુરક્ષા વગર પાછળની તકફ બેસાડવામાં આવેલ સ્કુલના બાળકો સાથે દુર્ઘટના ઘટી શકે છે. વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસ સ્કુલના બાળકોને લાવતા લઈ જતા જોખમી વાહનો પ્રત્યે સખત કાર્યવાહી કરે તે જરૂરી છે. તસ્વીરમાં આ રીતે જીવના જોખમે બાળકોને લઈ જતી સ્કુલવાનો નજરે પડે છે.

(11:33 am IST)