Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભાવનગરમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ૧પ વર્ષનાં કેતન ભીલનું મોત

ભાવનગર તા. પ :.. રૂવાપરી મંદિર નજીક લેબ્રસ્ત દવાખાના પાસે રહેતા કેતન રમેશભાઇ ભીલ ઉ.૧પ નું તેના ઘર પાસે આવેલ એક પાણી ભરેલા ખાડામાં પડી જતાં પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજયું હતું.

સર્પ દંશથી મોત

તળાજા તાલુકામાં દિહોર ગામે રહેતાં કેતન કનુભાઇ શુકલ ઉ.૧ર ને તેનાં ઘેર સર્પે  દંશ દેતા બેભાન હાલતે સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પીટલ ખસેડાયલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું.

ઝેરી દવા પી જતાં મોત

ભડી ગામે રહેતા અશ્વિનભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.રપ એ તેનાં ઘેર ઝેરી દવા પી લેતાં ભાવનગરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું.

(11:33 am IST)