Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કચ્છમાં યુપી જેવી દાદાગીરી- ઘરસમાન લેવા નીકળેલી મહિલાને ઢસડી જઈ છરીની અણીએ દુષ્કર્મ

ભુજ, તા.પઃ મહિલાઓ ના ઉપરના જાતીય અત્યાચારના મામલાઓમાં કચ્છમાં ઉછાળો આવ્યો છે. તેમાંયે હવે કામાતુર શખ્સો તો કાયદાની પરવા કર્યા વગર મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે.

ગાંધીધામના કીડાણા ગામે પોતાનો ઘરસામાન લેવા નીકળેલી પરિણીત મહિલાને યુપી બિહાર જેવા રાજયોની જેમ જાહેરમાં ઢસડી જઈ આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કીડાણા ગામના નવીન મેમાભાઈ મરંડ (આહીર) સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ છે. બનાવ ગત ૩/૬ ના સાંજે બન્યો હોવાનું ભોગ બનનાર મહિલાએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે.

(10:23 am IST)